ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ચીત્રા શાખાના મ્યુલ એકાઉન્ટમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડની રકમ RTGS, IMPS અને UPI મારફતે કુલ રૂ. ૧૯,૫૪,૫૦૦ તથા અન્ય ફ્રોડના રૂ. ૬,૭૪,૪૫૦ જમા થયા હતા. આરોપી જયેશ ભરતભાઈ જાંબુચાએ આ રકમ ચેક અને ATM દ્વારા ઉપાડી હતી. આ મામલે બોરતળાવ પોલીસ તાપસ દરમિયાન આજે જમનાકુંડ વિસ્તાર ના અમન યુનુસભાઓ ઓખાની નામના ઇસમનો ધરપકડ કરવામાં આવી.