ભાણવડ: ભાણવડમાં સમસ્ત સરકારી કર્મચારીઓ દ્વારા મહારક્તદાન કેમ્પ પાંજરાપોળ ખાતે યોજાયો
ભાણવડમાં સમસ્ત સરકારી કર્મચારીઓ દ્વારા મહારક્તદાન કેમ્પ પાંજરાપોળ ખાતે યોજાયો યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે 16 સપ્ટેમ્બર રોજ ભાણવડ ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ પાંજરાપોળ ગૌશાળા ખાતે યોજાયો સરકારી તથા ખાનગી કર્મચારીઓના સંયુક્ત આયોજન હેઠળ આ અભિયાનમાં 360 બોટલ એકત્રિત થયેલું લોહી થેલેસેમિયા પીડિત બાળકો, ગંભીર દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગી બનશે.