જામનગર શહેર-જિલ્લામાં ઠંડી-ગરમીની મિશ્ર ઋતુને કારણે રોગચાળાએ ગતિ પકડી છે, ખાસ કરીને કમળાના ૫ દર્દીઓ નોંધાયા છે, જી.જી.હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના ૧૧૦ અને ખાનગી હોસ્પિટલમાં ૮૦થી વધુ દર્દીઓ હોવાનું ખુલ્યું છે, શહેરના દવાખાનાની ઓપીડીમાં ખુબ જ વધારો થયો છે, આજે સવારે જી.જી.હોસ્પિટલમાં તપાસ કરતા ઓપીડીમાં દર્દીઓની ભારે લાઇન લાગી હતી અને તાવને કારણે ૮ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.