થોડા દિવસો પહેલા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી શિવ સાગર સોસાયટી-02 માં નિલેશ ઉર્ફે ભૂરો બરોટના રહેણાંક મકાનમાંથી 3,667 દારૂની બોટલો, 120 બિયર ટીન અને એક મોબાઈલ મળી કુલ ₹8,99,460નો મુદ્દામાલ જપ્ત થયો. પ્રાથમિક તપાસમાં દારૂ રાજસ્થાનના સાંચોરથી સ્કોર્પિયો ગાડીમાં લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. વધુ તપાસમાં બળવંતસિંહ ઉર્ફે બી.કે. કનકસિંહ ગોહિલને પણ ઝડપી લેવાયો