*ધોળી ભાલ ગામમાં રામજી મંદિરથી ઝાંપા સુધી પાણીનો ભૈરવો થતા ગ્રામજનો પરેશાન* અમદાવાદ જિલ્લાના ધોળી ભાલ ગામ ખાતે ભર શિયાળામાં પણ ગામમાં પાણી ભરાઈ રહેતા ગ્રામજનો પરેશાન થયાં છે. સરપંચ તથા તલાટીને રજુઆત લેખિત રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનો ગામમાં આવવા જવામાં ખુબ જ મુશ્કેલી સર્જાઈ છે. ગ્રામજનો દ્વારા લેખિત રજુઆત કરી વહેલી તકે નિરાકરણ લાવવા અપીલ કરાઈ છેં.