મુળી: મૂળીના સરા ગામે AAPની ખેડૂત સભાનું આયોજન કરાયું
મૂળી તાલુકાના સરા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સભાનું આયોજન કરાયું હતું જેમાં આપના ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાની હેઠળ "ગુજરાત જોડો" જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના ખેડૂતો, યુવાનો અને સામાન્ય લોકો માટે જાગૃતિ ફેલાવવાનું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ગુજરાતના વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી.