સુરત શહેરના અલથાણ-ભટાર વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રકશન સાઈટ પર રૂંવાડા ઉભા કરી દેતો અકસ્માત સર્જાયો હતો. રિવર્સમાં લેતી સમયે ટ્રેકટર ફોન પર વાત કરી રહેલી મહિલા પર ફરી વળ્યું હતું. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસથી દોડી આવેલા લોકોએ મહિલાને બહાર કાઢી સારવાર માટે ખસેડી હતી.