જૂનાગઢ: વંથલી પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફને ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સથી ચોક્કસ માહિતી મળેલ કે વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાના કામે આરોપી ફેઝલ ગફારભાઈ સોખડા રહે કેશોદ મરછી માર્કેટ વાળો કે જે નાસતો ફરતો છે અને આ આરોપી અમદાવાદ રામોલ વિસ્તારમાં મકાનમાં ભાડેથી રહે છે તેવી સચોટ હકીકત મળતા તાત્કાલિક હકીકત વાળા સ્થળે અમદાવાદ ખાતે તપાસ કરતા આરોપી મળી આવેલ જેનું નામ પૂછતા ફૈઝલ ગફારભાઈ સોખડા જણા વતા ઈસમને ગુન્હાના કામે ધોરણસર હસ્તગત કરવામાં આવ્યો છે.