વિસનગર: ગુંજાળા ગામની સીમમાં ખેતરમાં ગાયો ચરાવી પાકને નુકસાન કર્યું
વિસનગર તાલુકાના ગુંજાળા ગામની સીમમાં એક ખેતરમાં ગાયો ચરાવીને ઊભા પાકને ₹૪૦,૦૦૦નું નુકસાન પહોંચાડવા બદલ બે વ્યક્તિઓ સહિત કુલ પાંચ અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.