કચ્છ જિલ્લાને ટેટ પરીક્ષાનું કેન્દ્ર ન મળતા રાપરના પૂર્વ ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયાએ સત્તા પક્ષ પર નિશાન સાધતા કટાક્ષ સાથે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે વિશાળ હોવા છતાં આજદિન સુધી ટેટ જેવી મહત્વપૂર્ણ પરીક્ષાનું કેન્દ્ર ભુજ શહેરમાં ન ફાળવવું ગંભીર છે.કચ્છ જિલ્લાના યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી વારંવાર અવાર નવાર ટેટ પરીક્ષાનું કેન્દ્રતાત્કાલિક કચ્છને ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે