ઉધના: સુરતના માંડવી નજીક ભયંકર અકસ્માત: સામ-સામે બાઇક અથડાતાં 3 યુવકોના કરૂણ મોત
Udhna, Surat | Oct 29, 2025 સુરત જિલ્લાના માંડવી નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યા છે.માંડવી-આમલી ડેમ રોડ પર બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતાં આ દુર્ઘટના બની હતી. વ્યારા ખાતે રહેતા બે મિત્રો હેતલ ચૌધરી અને હાર્દિક ચૌધરી માંડવીના આમલી ડેમ તરફ ફરવા જઈ રહ્યા હતા. ત્યારે માંડવી રોડ પર સામેથી આવતા અન્ય એક બાઇક સાથે તેમની બાઇક ધડાકાભેર અથડાઈ હતી.