ગોધરા શહેરના રહેમતનગર વિસ્તારમાં 27 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે ફિનાઇલની ગોળી ખાઈ લેતાં બનાવ સામે આવ્યો હતો. ગત 23 ડિસેમ્બરના રોજ સાંજના સમયે મુસા હુસૈન પીરખા નામના યુવાનની તબિયત બગડતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે ફરજ પર રહેલા મહિલા પોલીસકર્મીએ આ અંગે શહેર બી ડિવિઝન પોલીસમથકે જાણવાજોગ નોંધ કરી હતી. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શ