ટેકનોલોજીના યુગમાં રોકાણના નામે લોકોને છેતરતી ગેંગ સક્રિય બની છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ટૂંકા સમયમાં માતબર વળતર આપવાની લાલચ આપી રૂ. 12.20 લાખની છેતરપિંડી આચરનાર આરોપી તેજસ મહેન્દ્રભાઇ સંઘવીની પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસની ટેકનીકલ ટીમે આરોપીને ગોવાથી જામનગર જતી ચાલુ ટ્રેનમાંથી દબોચી લીધો હતો.ટુકડે-ટુકડે 12 લાખ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા. આ ઠગબાજોની કાર્યપદ્ધતિ