સુરતના ગોડાદરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.બે જેટલા શખ્સો એક ફોર વ્હીલ કારમાં તોડફોડ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.જે સીસીટીવી ફૂટેજ સુરતના સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.ફૂટેજ ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.જે પોલીસ માટે એક તપાસનો વિષય બની રહે છે.