ખેતરમાં કામ કરતા ભાગિયાઓએ ખેડૂતોની જેમ તેમને પણ પાક નિષ્ફળ જતાં તેમને પણ સહાય કરવાની રજૂઆત કરી હતી.આ મામલે આજે બપોરે 2:30 વાગ્યાની આસપાસ તેઓએ એક રેલીનું આયોજન કર્યું હતું અને કલેક્ટર કચેરીએ પહોંચીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ ઉપરાંત તેઓએ તેમની માગણી ન સ્વીકારાય તો ગાંધીનગર સુધી પદયાત્રા કરવાની ચેતવણી પણ આપી હતી.