વાવ: રાબડીપાદર અને હરિપુરા ગામનો મુખ્ય રોડ એક મહિનાથી બંધ હાલતમાં રહેતા ગ્રામજનો પરેશાન...
રાબડીપાદર અને હરીપુરા ગામના ગ્રામજનોએ આજરોજ શનિવારના ચાર વાગે જણાવ્યું હતું કે અમારા ગામનો મુખ્ય રસ્તો છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં છે. વરસાદ બંધ થયા ને એક મહિનો થયો પરંતુ હજુ અમારો આ મુખ્ય રોડ બંધ થઈ જતા અમને મોટા પ્રમાણમાં મુશ્કેલી સર્જાય છે. આ રોડ ચાલુ કરવા માટે અમે અનેક વાર રજૂઆતો કરી છતાં તંત્ર દ્વારા આ રોડની કોઈ કામગીરી કરવામાં આવી નથી અમારે બાળકો ભણાવવા તેમજ કોઈ ઇમર્જન્સી હોસ્પિટલ જવામાં મોટા પ્રમાણમાં તકલીફ પડે છે.