હળવદ તાલુકાના સુરવદર ગામે ભર શિયાળાની ઋતુ હોવા છતાં પીવાના પાણી માટે ગ્રામજનોને વલખાં મારવાની સ્થિતિ સર્જાઈ છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નળ દ્વારા ઘરઘર પાણી પહોંચાડવાની યોજનાઓ અમલમાં મુકાઈ હોવા છતાં સુરવદર ગામમાં નળો સુકા રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.