વડનગર: ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ વડનગરના ગામોનો પ્રવાસ કરી મતદાર યાદી સુધારણાની સમજ આપી
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ વડનગરના ગામોનો પ્રવાસ કરી મતદારયાદી સુધારણા અંગે મતદારોને ફોર્મ ભરવા મદદ કરી હતી તો બાકીના મતદારોને વહેલી તકે ફોર્મ ભરી BLOને આપી દેવા સમજાવ્યા હતા. આજે આખા દિવસનો કાર્યક્રમ રહ્યો હતો અને સરણા, પિંપળદર,કરબટિયા,સિપોર,ડાબુ, ઉણાદ,ગણેશપુરા,વલાસણા જેવા ગામોનો પ્રવાસ કર્યૉ હતો.