પોલીસ સૂત્ર દ્વારા 8 જાન્યુઆરીના રોજ સાંજે 8 કલાકે પ્રાપ્ત થતી વિગત મુજબ અંબિકા તાલુકાના અનાવલ કુમકોતર રોડ ઉપર લસણપોર ગામની એક ટ્રેકટરના ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરપાટ ઝડપે અને બેફિકરાઇ થી ગફલતભરી હકારી લાવી TVS જયુપીટર મોપેડ નંબર GJ.19.BL.9601 સાથે અથડાવી દેતા મોપેડ ચાલક આદિત્ય સંજય પટેલ.ઉ.વ.17 ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર મળે તે પહેલાં જ મોત નિપજતાં મહુવા પોલીસે ટ્રેકટર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.