વડનગર: સુંઢીયા ગામે ખેતરોમાં ભેલાણ મામલે ધરણા,વડનગર P.Iની ખાતરી બાદ ખેડુતોએ ધરણા સમેટી લીધા
સુંઢીયા ગામે છેલ્લા કેટલાક સમયથી ખેડુતોના ખેતરોમાં માલધારીઓની ગાયો ચરી જતી હોય ભેલાણની ફરિયાદ ઉઠી હતી જેને લઈને આજે ખેડુતો ધરણા પર બેસી ગયા હતા. વડનગર PI એચ.એલ જોશીએ ન્યાયની ખાતરી આપતા ખેડુતો સંમત થયા હતા અને પોતાના ધરણા સમેટી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે વધું કાર્યવાહી હાથ ધરી છે.