ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખોડીયારનગર વિસ્તારમાંથી મુકેશભાઈ નરશીભાઈ દેવીપુજકના કબ્જામાંથી ચાઈનીઝ દોરીની ફીરકીઓ મળી આવતા 7,500 ની કિંમતની કુલ ૧૫ ફીરકીઓ કબજે કરી ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ સફળ કામગીરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એમ.ડી.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.