આજે શુક્રવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ નવરંગપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે.જેમાં બે શખસોએ એક વેપારીને મોર્ગેજ વગર આટામિલના ધંધા માટે લોન અપાવવાની લાલચ આપીને પૈસા પડાવીને ફરાર થઈ ગયા હતા. આ મામલે ફરિયાદીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.