વિધાનસભામાં ગાજ્યો કચ્છના માર્ગોનો પ્રશ્ન: 6 રસ્તાઓને સ્ટેટ વિભાગમાં સોંપવાની પ્રક્રિયા તેજ ગાંધીનગર વિધાનસભામાં અબડાસા, લખપત અને નખત્રાણાના પંચાયત હસ્તકના 6 માર્ગોને સ્ટેટ વિભાગમાં તબદીલ કરવા અંગે પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે દરખાસ્તોની વિગતો અને કામગીરીનું સ્ટેટસ આપતા જણાવ્યું કે, માર્ગોના વર્ગીકરણ મુજબ બાકી કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે.