સુઈગામ તાલુકાના મોરવાડા ગામના અગ્નિવીર સતીષજી ઠાકોર અને સોનેથ ગામના નવીનભાઈ ચૌધરીએ ઇન્ડિયન આર્મીની સાત માસની સઘન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા.ત્યારે આજે ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મોરવાડા અને સોનેથ ચાર રસ્તાથી ગામ સુધી ખુલ્લી કારમાં બેસાડીને બંને અગ્નિવીરોએ ગ્રામજનોનું અભિવાદન ઝીલ્યું હતું.