ઓરિસ્સામાં રાયોટિંગ વિથ મર્ડર ન ગુન્હામાં 22 વર્ષથી ફરાર આરોપીની પાંડેસરાથી સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ,
Majura, Surat | Nov 25, 2025 વર્ષ 2003માં ઓરિસ્સા ખાતે રાયોટીંગ વિથ મર્ડર નો ગુન્હો નોંધાયો હતો.જે ગુન્હામાં આરોપી સચિન્દ્ર ઉર્ફે સચી સહાની છેલ્લા 22 વર્ષથી ફરાર હતો.જે આરોપીની શોધમાં ઓરિસ્સા પોલીસ સુરત આવી હતી.ક્રાઈમ બ્રાન્ચ ની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.દરમ્યાન સત્તત બે દિવસ સુધી બમરોલી વિસ્તારમાં આવેલ અલગ અલગ લૂમ્સ ખાતામાં તપાસ કરી આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.જેની ધરપકડ કરી કબ્જો ઓરિસ્સા પોલીસને સોંપવામાં આવ્યો હતો.