શેઢી સિંચાઇ વિભાગ, નડિયાદના કાર્યપાલક ઇજનેર આર.એ. પરમાર અને મહુધા સિંચાઇ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પી.જી. દેશમુખના અધ્યક્ષસ્થાને ખેડૂતો સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠક મહિ સિંચાઇ મહુધા ખાતે ખુમારવાડ વિશાખા નહેરના નવીનીકરણના સંદર્ભમાં આયોજિત કરવામાં આવી હતી.આ બેઠકમાં ખેડૂત આગેવાનો, સરપંચો અને કેનાલ પરના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. નહેરના નવીનીકરણની જરૂરિયાત અને તેના કારણે પાણી પુરવઠા પર થનારી અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી.