ડીસા: મુડેઠા, બલોધર,નેસડા ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિધાપીઠ ગ્રામ જીવન યાત્રાનું આયોજન કરાયું....!
ડીસા તાલુકાના મુડેઠા ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ બલોધર, નેસડા, ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્વદેશી (સ્વાવલંબન) સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ ગુજરાત વિદ્યાપીઠ વિશે શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને માહિતી આપી હતી. સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન કાર્યક્રમમાં ટીમ લીડર રાજેશભાઈ પરમાર અને દિલિપભાઈ, ભાથીજી, અશ્વિનભાઈ, નિશાબેન, ચંદ્રિકાબેન દ્વારા સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન વિષયના અનુસંધાનમાં માહિતી આપવામાં આવી હતી.....