વંથળી: આવતીકાલે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના આગમનને લઈ આંબેડકર ચોક ખાતે રિહર્સલ કરાયું
આવતીકાલે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ફરીવાર જુનાગઢ ખાતે આવી રહ્યા છે ત્યારે વંથલી જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢ વિસાવદર ભેસાણ મેંદરડા માળીયા કેશોદ માણાવદર માંગરોળ વંથલી ચોરવાડ બાટવા વગેરે તાલુકા મથકો માંથી કોંગ્રેસ પક્ષના કાર્યકરો હોદ્દેદારો સ્વાગત કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં આંબેડકર ચોક ખાતે ઉપસ્થિત રહેશે. ત્યારે વંથલી શહેરના આંબેડકર ચોક ખાતે રાહુલ ગાંધીના આગમન પહેલા રિહર્સલ કરાયું હતું.