•સિહોર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી એક પછી એક ભૂંડોના અચાનક અને સહસ્યમય મોત થવાથી સમગ્ર શહેરમાં ભય, ચિંતા અને હાહાકારની સ્થિતિ સર્જાઈ છે. વોર્ડ નં. 6, 7, 8 અને 9 સહિતના વિસ્તારોમાં અત્યાર સુધીમાં 110થી વધુ ભૂંડોના મોત થયાની માહિતી વિશ્વસનીય સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. આટલા ટૂંકા સમયગાળામાં મોટી સંખ્યામાં ભૂંડોના મોત થવાથી શહેરમાં કોઈ ભયંકર સંક્રમક રોગચાળો ફાટી નીકળ્યો હોવાની ગંભીર દહેશત ફેલાઈ છે.જૉ કે પાલિકા દ્વારા તા. કા પગલા લેવા મા આવ્યા છે