વડનગર: વડનગર કોંગ્રેસ દ્વારા કમોસમી વરસાદ નુકસાન મામલે મામલતદારને આવેદનપત્ર અપાયું
3 નવેમ્બરના રોજ બપોરે 1 કલાકે વડનગર કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદના પગલે થયેલા ખેડુતોના નુકસાન અંગે વળતર અને દેવા માફી માટે આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે. દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદથી તાલુકાના ખેડુતોને નુકસાન ગયું હોવાથી સહાયની માંગ સાથે દેવા માફી કરવામાં આવે તે માટે કોંગ્રેસ સમિતિના જયસિંહ ઠાકોર, ખેરાલુ કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈ સહિત વડનગર ખેરાલુના આગેવાનો હાજર રહ્યા હતા..