ખેરાલુના માધુગઢ ગામે પશુના ઢાળિયામાં સાપ ઘુસી આવતા ઘર માલિકે સાવચેતીથી બહાર નિકળી જઈ ખેરાલુના સાપ પકડનારાને બોલાવ્યા હતા. સાપ પકડનારાએ આવીને કોબરા જાતિના સાપને રેસ્ક્યૂ કરી લીધો હતો અને આવા સાપથી દુર રહેવા તેમજ કોઈ નુકસાન ન પહોંચાડવા સલાહ આપી નજીકના જંગલમાં લઈ જઈ સુરક્ષિત રીતે છોડી મુક્યો હતો.