આજે તારીખ 05/01/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર પીપલોદથી સિંગવડ તરફ આવતાં સિંગવડ તાલુકાના કેસરપુર ગામની ચોકડી પાસે એક દુર્ઘટનામાં બાળકનું સ્થળ પર મોત થયું છે. માહિતી અનુસાર, એક રેતી ભરેલો ડમ્પર ઝડપમાં આવતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તે ચાલતા બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત દરમિયાન ડમ્પરના આગળના તેમજ પાછળના ટાયરો બાળક પર ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.