પોલીસને માહિતી મળી હતી કે, બે શખ્સો બાઈક પર ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને બાબરી વિસ્તારમાં ડીલીવરી આપવા માટે આવવાના છે. જેથી પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન બાઈક પર મીણીયાનો કોથળો લઈને આવી પહોંચેલા બે શખ્સોને રોકીને તપાસ કરતા કોથળામાંથી ચાઈનીઝ દોરીના ૨૫ ફીરકાઓ મળી આવ્યા હતા. જેની કિંમત ૭૫૦૦ રૂપિયા જેટલી થવા જાય છે.