સુઈગામ: તાલુકાની 9 ગૌશાળાના સંચાલકોએ પૂરમાં થયેલ નુકશાન અને ઘાસચારાની માંગ સાથે પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપ્યું ..
સુઇગામની દશ ગૌશાળાઓ, પાંજરાપોળના સંચાલકો દ્વારા સુઈગામ પ્રાંત કલેકટરને લેખિત રજૂઆત કરી ગૌશાળાઓમાં નિભાવ થતાં પશુઓ માટે ઘાસચારો ફાળવવામાં આવે, જે ગૌશાળાઓમાં વાવાઝોડા વરસાદથી થયેલ નુકશાનનું સર્વે કરવામાં આવે,તેમજ ગૌશાળા, પાંજરાપોળના જે પશુઓ પૂરમાં મૃત્યુ પામ્યા છે, તેમનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. હાલના સમયમાં વધુ વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલ હોવાના કારણે ખેતીપાકો નાશ પામ્યા છે,જેને લઇ ઘાસચારાની તંગી વર્તાઈ રહી છે.