વંથલી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.તુષાર જેઠવા અસભ્યતા ભર્યું વર્તન કરતા હોવાના મૃતકે મૃત્યુ પહેલા કરેલ આક્ષેપોનો ઓડિયો વાઇરલ થયો છે.છાતીમાં અસહ્ય દુખાવો થતાં હોસ્પિટલે સારવાર અર્થે ગયા, ત્યારે ડોક્ટરે અસભ્યતા ભર્યું વર્તન કર્યાનો આક્ષેપ કરાયો છે.અનેક વખત દર્દીઓ સાથે ડો.તુષાર જેઠવાએ ગેરવર્તન કર્યું હોવાની ફરિયાદ ઉઠી છે.મૃતકે મૃત્યુ પહેલા નજીકના સબંધી ને ફોન કરી કરાયેલ આક્ષેપ નો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.