મહુવા: દિવાળી ટાણે ભગવાન પણ સુરક્ષતિ નથી ચોરો થયા સક્રિય પુના ગામે ભવાની મંદિરને બનાવ્યું નિશાન.
Mahuva, Surat | Oct 17, 2025 અંબિકા તાલુકામાં મહુવાથી અંબિકા તાલુકાને જોડતા સ્ટેટ હાઇવે ને લગોલગ આવેલ પુના ગામે આશ્રમ ફળિયા તરફ જતા રોડ ઉપર ભવાની માતાના મંદિરે રાત્રી દરમ્યાન અજાણ્યા તસ્કરો દ્વારા મંદિર ને નિશાન બનાવવામાં આવ્યું હતું 16 ઓક્ટોબર ની રાત્રી દરમ્યાન ગાજવીજ સાથે વરસાદી માહોલ અને વીજ પ્રવાહ આવન જાવન થતો રહેતો હોવાથી ચોરો એ તક નો લાભ ઉઠવાયો હતો.ચોરો એ દાન પેટીને જ ઊંચકી જવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.