ધારી: મોણવેલ ગામે વાડીના રસ્તા અને પાણીની પાઈપલાઈનના નજીવાવિવાદે લોહિયાળ સ્વરૂપ લીધું
Dhari, Amreli | Nov 13, 2025 ધારી તાલુકાના મોણવેલ ગામે વાડીના રસ્તા અને પાણીની પાઈપલાઈનના નજીવા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવમાં બે આરોપીઓએ એક ખેડૂત પર કુહાડી અને પાવડાના હાથા વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મથુરભાઈ વિરજીભાઈ,ગોંડલીયા (ઉ.વ.૬૦) એ વિનુભાઈ શંભુભાઈ ગોંડલીયા તથા વિઠ્ઠલભાઈ શંભુભાઈ ગોંડલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની અને આરોપી વચ્ચે લાંબા સમયથી તેમની વાડીના રસ્તા બાબતે માથાકૂટ ચાલે છે.