રાપર તાલુકાના ખીરઈ ગામે ત.2 જાન્યુઆરીના સાંજે 6 વાગ્યા થી તા.3/1 ના સવારે નવ વાગ્યા દરમીયાન શ્રદ્ધાના પ્રતીક સમાન પાબુદાદાના મંદિરમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. તત્વોએ મૂર્તિઓ ખંડિત કરવા સાથે મંદિરના ચાંદીના છતરની પણ ચોરી કરી છે. જેને પગલે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાપર પોલીસે તપાસ હાથ ધરી છે..