તાલાળા: જય-વીરુ કહેવાતા બે સિંહોની જોડી તૂટી:અન્ય સિંહ સાથેની ફાઇટમાં એક સિંહનું મોત, એક ઘાયલ; ગીર સફારી પાર્કમાં સૌથી લોકપ્રિય
ગીર-સૌરાષ્ટ્રના જંગલોમાં વર્ષોથી પ્રવાસીઓ અને સિંહ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલી પ્રસિદ્ધ સિંહોની જોડી ‘જય અને વીરૂ’માંથી હવે એક સિંહ વીરૂ વિદાય લઈ ચૂક્યો છે. ગત રાત્રે લગભગ 3:30 વાગ્યે વીરૂનું અવસાન થયું છે. જેથી સિંહ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે