રાજકોટ પૂર્વ: ફટાકડા દૂર ફોડવાનું કહેતા યુવક પર હુમલો
ઘરમાં માત્ર 2 મહિનાનું બાળક હોવાથી મોટા અવાજ વાળા ફટાકડા દૂર ફોડવાનું કહેતા યુવક પર હુમલો થયો હતો.આ અંગે અરવિંદભાઈ જીવરાજભાઈ ખેરારીયા (ઉંમર વર્ષ 25, રહે. મફતિયા પરા સાત હનુમાન પાસે)એ જણાવ્યું કે, તેનો પુત્ર માત્ર 2 મહિનાનો છે. ગઈકાલે રાત્રે 8 વાગ્યા આસપાસ ઘર પાસે પાડોશી મનસુખભાઈનો છોકરો ફટાકડા ફોડતો હતો.