તા. 09/01/2026 ના રોજ સવારે 11 વાગે ધોળકા ખાતે શ્રી ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત 72 કલાકના શિવ ધૂનના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ધોળકા સ્થિત ગોકુલ નગરની ભરવાડ સમાજની બહેનો એ ભજનની રમઝટ બોલાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.