રાજકોટ પૂર્વ: રાજકોટ બન્યું ગેસ ચેમ્બર: દિલ્હી જેવું ખતરનાક પ્રદૂષણ
દિલ્હીમાં હવા પ્રદૂષણ તંત્ર માટે માથાના દુખાવા સમાન બન્યુ છે. ત્યારે દીવાળીના તહેવારોમાં દિલ્હી જેવુ પ્રદૂષણ રાજકોટમાં જોવા મળ્યુ છે. ગઇકાલે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં AQI એર કવોલિટી ઇન્ડેકસ 500એ પહોંચતી જતા લોકોને આંખોમાં બળતરા અને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી હોવાનુ જાણવા મળ્યુ છે. મહાનગર પાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં મૂકવામાં આવેલા એર કવોલિટી સેન્ટરમાં નાના મવા સર્કલ અને જામ ટાવર વિસ્તારમાં એર કવોલિટી ઇન્ડેકસ 500 પહોંચ્યુ હતું.