સુઈગામ: મંત્રી સ્વરૂપજી ઠાકોરે નડાબેટ ખાતે બી.એસ.એફ. જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી
રાજ્યના ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ ઝીરો પોઇન્ટ ખાતે બી.એસ.એફ જવાનો સાથે દિવાળી તહેવારની ઉજવણી કરી હતી. તેમણે નડાબેટ ખાતે જવાનોને મીઠાઈ ખવડાવી મો મીઠું કરાવી દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.