અબડાસા: માતાનામઢમાં શનિવારે 50 હજાર કરતાં વધુ દર્શનાર્થીઓ ઉમટ્યા
Abdasa, Kutch | Sep 21, 2025 કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં અશ્વિન નવરાત્રી પૂર્વેજ શ્રાધ્ધપક્ષના છેલ્લા ત્રણ ચાર દિવસથી યાત્રિકોનું આગમન શરૂ થઈ ગયું છે. શનિવારે અંદાજે 50 હજાર કરતા પણ વધુ ભાવિકોએ મા આશાપુરાના દર્શન કર્યા હતા. છેલ્લા ચાર દિવસથી અહીં આવતા મોટી સંખ્યામાં યાત્રિકોનો આંક એક લાખ નજીક પહોંચી ગયો છે. તો બીજી તરફ રવિવારે રાત્રે 8:30 કલાકે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ સાથે સોમવારે નવરાત્રી પર્વનો આરંભ થશે. રવિવારે અહીં એક લાખ કરતા પણ વધુ યાત્રિકો આવશે તેઓ અંદાજ