ઉમરપાડા: કીમ સહિતના ગામોમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
Umarpada, Surat | Sep 18, 2025 સુરત જિલ્લાના કીમ, કઠોદરા અને માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે જીઇબી વિઝીલન્સની ટીમોએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં કુલ 34 લાખ 37 હજાર રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી અને સંબંધિતોને દંડ ફટકારવામાં આવ્યો હતો.વિઝીલન્સની 30 જેટલી અલગ અલગ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે આ ચેકિંગ હાથ ધર્યું હતું.