આજે તારીખ 28/12/2025 રવિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સીંગવડ તાલુકાના મલેકપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી.આ કિસાન ન્યાય પંચાયતમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા હાજર રહ્યા હતા.