સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (SPET) સંચાલિત સી. પી. પટેલ એન્ડ એફ. એચ. શાહ કોમર્સ કોલેજ, આણંદ (ઓટોનોમસ) ખાતે કોલેજના NCC વિભાગ દ્વારા આજરોજ હાઇબ્રિડ માધ્યમથી એક દિવસીય રાષ્ટ્રીય સ્તરના સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું વિશેષ આકર્ષણ NCC કેડેટ્સ દ્વારા રજૂ કરવામાં આવેલી દક્ષિણ ભારતીય યુદ્ધકલા પ્રસ્તુતિ રહી, જેમાં કલારીપયાટ્ટુ, સુવડુકલ, સ્ટિક ફાઈટ તથા ઉરુમી ફાઈટ જેવી કલા રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા