આજરોજ તારીખ 19 ગરબાડા પ્રિન્સિપ્ટમાં વકીલ મંડળના વર્ષ ૨૦૨૬ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ વરણી સર્વાનુમતે અને બિનહરીફ રીતે થઈ છે. જેમાં નવા પ્રમુખ તરીકે કરણસિંહ વી. પરમારની નિમણૂક કરવામાં આવી છે. ઉપપ્રમુખ પદે જેમાલભાઈ ટી. માવી, સેક્રેટરી તરીકે જયેશભાઈ પી. જોષી, જોઈન્ટ સેક્રેટરી તરીકે નિતીનભાઈ બી. સોની અને ખજાનચી તરીકે અંજુબેન આર. ગણાવાની વરણી કરવામાં આવી છે. વકીલ મંડળ તરફથી નવા નિમાયેલા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.