ચુડા ખાતે 3 જાન્યુ સવારે 11 કલાકે જશને વિલાદતે મૌલા અલિ ના ઉર્સ નિમિત્તે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત તથા અલિવાલે કમિટી દ્વારા પ્રથમ સમુહલગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કિરિટસિંહ રાણા તથા પીરે તરિકત સૈયદ મહમદ હુસેન ફારુકી ઉર્ફે મુન્ના બાપુ, ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રથમ સમુહલગ્નોત્સવ માં 6 યુગલો એ લગ્ન ગ્રથી સાથે જોડાતા ઉપસ્થિત સૌ લોકો એ નવદંપતિ ને શુભકામના સાથે આષિર્વાદ આપ્યા હતા.