જૂનાગઢ: ગ્રીન સિટી સોસાયટીના મકાનમાં જુગાર રમતા 6 ઈસમોને કુલ ₹23.79 લાખથી વધુના મુદ્દામાલ સાથે ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ ના સ્ટાફને સંયુક્તમાં અગાઉથી જ ચોક્કસ ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે લલીતભાઈ હરજીવનભાઈ જોશી રહે જુનાગઢ દોલતપરા વાળો પોતાના ભાઈ અમૃતભાઈ હરજીવનભાઈ જોશી નું રહેણાંક મકાન જુનાગઢ જુના બાયપાસ રોડ ગ્રીન સિટી સોસાયટી નજીક આવેલ છે તે મકાને બહારથી માણસોને બોલાવી ગંજી પોતાના પાના વડે રોકડ રૂપિયાથી હારજીત કરી તીન પત્તી નામનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે અંગત બાતમીદારો મારફતે ખરાઈ કરી રેડ કરતા જુગાર રમતા 6 પુરુષોને ઝડપ્યા છે.